અંજારના સાપેડામાં તોતિંગ ટ્રેઇલરની હડફેટે આવી જતાં એક યુવાનનું મોત નીપજયું
અંજાર તાલુકાના સાપેડામાં તોતિંગ ટ્રેઇલરની હડફેટે આવી જતાં ગાંધીધામના વિનોદ ગાભાભાઇ મહેશ્વરી (ઉ.વ. 34) નામના યુવાનું મોત નીપજયું હતું. મળતી માહિતી અનુસાર આ યુવાન ભુજ તરફથી અંજાર તરફ આવી રહ્યો હતો તે દરમિયાન તોતિંગ વાહન પણ તે બાજુ જઇ રહ્યું હતું. ત્યારે ટ્રેઇલર નંબર જી.જે. 12 એ.વી.-5849ના ચાલકે આ યુવાનના એક્ટિવાને ઠોકરે લેતાં યુવાન નીચે પછડાઈ ગયો હતો અને તેના ઉપર આ તોતિંગ વાહનનાં પૈડાં ફરી ગયા હતાં. આ અકસ્માતના કારણે તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજયું હતું. આ ઘટના સર્જી વાહનચાલક નાસી ગયો હતો. આ ઘટના બાદ યુવાનના પરિવારજનોએ લાશ સ્વીકારવાની ના પાડતાં વાતાવરણ ગરમ બની ગયું હતું. પોલીસે જણાવ્યું હતું કે બાદમાં સ્વીકારવાની સહમતી આપતા પી.એમ. અને ફરિયાદ દાખલ કરવા સહિતની આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરીવામાં આવી છે. આ ઘટના બાદ ટ્રાફિક સર્જાઈ હતી, બાદમાં પોલીસે અહીં દોડી જઇને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો,