ભુજના કેરામાં વણાંક ઉપર બાઇક ગેટ સાથે અથડાતાં 21 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નિજપ્યું

ભુજ તાલુકાના કેરામાં જોખમી વણાંક ઉપર બાઈક ગેટ સાથે અથડાઇ જતાં  21 વર્ષીય અરવિંદ ઉમર કોલીનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના બપોરે સર્જાઈ હતી. હતભાગી યુવાન બળદિયાથી કેરા તરફ જતો હતો  આ દરમ્યાન બાઈક ઉપર કાબૂ ગુમાવી ડેટા હાઈસ્કૂલના ગેટ સાથે બાઈક અથડાઇ ગઈ હતી. આ અકસ્માતમાં ગભીર ઈજાઓ પહોચતા ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. વરલીનો યુવાન અને તેનો પરિવાર તુંબડીમાં ખેતમજૂરી કરતો હતો. માતા-પિતા અને પત્નીના આક્રંદથી શોક છવાયો હતો. પરિવારની સ્થિતિ જોઈ જમાદાર જયપાલસિંહ જાડેજાએ પોતાના ખર્ચે વાહન કરી મૃતકના દેહને વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી માનવતા દાખવી હતી. લોકોએ વળાંક કાઢી માર્ગ પહોળો કરાય તેવી માંગ કરી હતી.