અંજારના મેઘપર કુંભારડીમાં અગાઉ થયેલા ઝઘડાનું મનદુખ રાખી યુવાન ઉપર છરીથી હુમલો કરાયો

અંજાર તાલુકાના મેઘપર કુંભારડી મેઘમાયા સોસાયટી પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક યુવાન ઉપર એક ઇસમે છરી વડે હુમલો કર્યો હતો. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારા મંગલ ઉર્ફે જગદીશ પૂનમ મહેશ્વરી નામના ફરિયાદી પાસે રફિક જામ નામનો શખ્સ રાત્રે આવ્યો હતો. ત્રણ વર્ષ પૂર્વે થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી રફિકે મંગલ ઉપર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં આ યુવાન ફરિયાદીને છાતીની નીચે અને પાંસળીમાં ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયો હતો.પોલીસે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.