ભચાઉમાં એસ.ટી બસ સ્ટેશન પર પિતા-પુત્રએ એસ.ટી. બસના ડ્રાઈવર અને કન્ડક્ટર ઉપર હુમલો કરતાં ફરિયાદ નોંધાઈ

<strong>ભચાઉમાં એસ.ટી બસ સ્ટેશન પર પિતા-પુત્રએ એસ.ટી. બસના ડ્રાઈવર અને કન્ડક્ટર ઉપર હુમલો કરતાં ફરિયાદ નોંધાઈ</strong>

ભચાઉ એસ.ટી. બસ સ્ટેશન ઉપર પિતા પુત્રએ ડ્રાઈવર કન્ડકટર પર હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સાંજે 7.15 વાગ્યાની વેળામાં બની હતી. આરોપી મમુજી રાઠોડ અને તેના દીકરાએ ફરિયાદી કંડક્ટર જીવરાજ માલજીભાઈ દેસાઈને ભચાઉ બસ સ્ટેશને ધકબૂસટનો માર માર્યો વચ્ચે ડ્રાઈવર છોડવવા જતાં તેને પણ આરોપીઓઁએ ફડાકા અને લાતો મારી હતી. આરોપી મમુજી રાઠોડ કડી અંજાર લોકલ બસમાં બેઠા હતા તે દરમિયાન વારંવાર બસ ઊભતી હોવાથી આ બાબતે ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો. વારંવાર બસ ઊભી રાખવા બાબતે માર માર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરજ રૂકાવટ સહિતની કલમો અનુસાર  ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.