રાજકોટના જસદણની જવેલરી શોપમાં મહિલાએ દુકાનદારની નજર ચૂકવી દાગીનાની કરી ચોરી: પોલીસે ગણતરીના કલાકોમાં મહિલાની કરી અટકાયત

copy image

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં જવેલરી શોપમાં ત્રણ મહિલાઓ આવી હતી અને તેમણે નજર ચૂકવી સોનાના દાગીનાની તસ્કરી કરી હતી. આ ઘટના અંગે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે CCTVના આધારે ગણતરીના કલાકોમાં જ એક મહિલાને પકડી પાડી હતી. જયારે અન્‍ય બે મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ જસદણના ચીતલિયા રોડ પર આવેલા એક જ્વેલર્સમાંથી દાગીના ખરીદવાના બહાને આવેલી ત્રણ મહિલા દાગીનાની તસ્કરી કરી ગઈ હતી. માલિકની નજર ચુકવીને સોનાની બે બુટ્ટી કે જેની કિંમત અંદાજે 35,000 આસપાસ થાય છે. મહિલાઓ નીકળી ગયા પછી માલિકને આ અંગે જાણ થઈ અને તેમણે CCTV ફૂટેજ તપાસ કરતાં ત્રણ મહિલા ચોરી કરતી સ્પષ્ટ નજરે પડી હતી.  આ ઘટના અંગે તેમણે પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે એક મહિલાની અટકાયત કરી  હતી જ્યારે તેમની અન્ય બે સાગરિતની શોધખોળ શરૂ કરવામાં આવી છે.