કડીના ઝાલોડા ગામની સીમમાં ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત :બાઇક ચાલક ઇજાગ્રસ્ત

કડી તાલુકાના ઝાલોડા ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલ નજીક ઇકો અને બાઈક સવારને વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં  બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. બાઇક ચાલકને સારવાર અર્થે ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવાયો અને ત્યાંથી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા.

મળતી માહિતી અનુસાર જોટાણા ગામનો નરેશ બળદેવજી ઠાકોર રોજ અનુસાર સવારે ગામેથી પોતાનું બાઈક લઈને નીકળ્યાં હતા. જેમાં કડી થઈને ઝાલોરા-નર્મદા કેનાલ સર્વિસ રોડ ઉપર જતા તે દરમિયાન પૂરઝડપે આવી રહેલી ઇકો ગાડી નંબર (GJ 2 DJ 8087) ચાલકે બાઈક સવાર નરેશ ઠાકોરને ઠોકર મારી હતી. જેથી નરેશ ઠાકોર નીચે પટકાઈ ગયા હતા. અકસ્માત થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને ભાગ્યોદય હોસ્પિટલમાં નરેશ ઠાકોરને લઈ ગયા હતા. ત્યાર પછી ગંભીર તેમને કડીની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં તેમને પગે ફેક્ચર થયું હોવાનું જાણવા મળતા દાખલ કરાયા હતા. આ અકસ્માત અંગે બાવલુ પોલીસે ઇકો ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.