ભરુચ હાઇવે પર ઉભેલાં ટ્રેલરમાં પાછળથી અન્ય ટ્રેલર ભટકાઈ જતાં અકસ્માત સર્જાયો: ચાલકનું મોત
ભરુચ હાઇવે પર ગાંધીધામનો ડ્રાઇવર ટ્રેલરમાં લોખંડની પ્લેટો ભરીને અમદાવાદ તરફ જઇ રહ્યાં હતાં તે સમય દરમિયાનમાં તેમના ટ્રકમાં ખામી ઊભી થતાં તેમણે ભરૂચ હાઇવે પર આવેલી અતિથી હોટલ સામે રોડની સાઇડમાં પોતાનું ટ્રેલર પાર્ક કરી દીધું હતું. આ દરમિયાનમાં અન્ય એક ટ્રેલર ચાલકે તેના ટ્રેલરમાં પાછળથી ઠોકર મારતાં ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોચતા મોત નીપજ્યું હતું. નબીપુર પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર રાત્રીના 3 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. અકસ્માતમાં અન્ય ટ્રેલરના ચાલકને ગંભીર ઇજાઓ થતાંસ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે તેમણે ટ્રેલરના કેબીનમાં દસ્તાવેજો તપાસ કરતાં લાયસન્સના આધારે મૃતક ડ્રાઇવરનું નામ પ્રમોદરાય સુખલાલ રાય(રહે. બિહાર) હોવાનું માલુમ પડ્યું હતું.ઘટના અંગે તેમણે નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો ડાખા; કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.