લાઠીના ચાવંડમાં બંધ ઘરને નિશાને બનાવી ચોરે 60 હજારની ચોરીને અંજામ આપ્યો

લાઠી તાલુકાના ચાવંડમા બંધ ઘરને ચોરે નિશાને લીધું હતું.  તસ્કરોએ રૂમના તાળા તોડી અંદર ઘૂસી 60 હજારની મતાની ચોરી કરીને લઇ ગયા હતા. અહી રહેતા મુળજીભાઇ લવાભાઇ કયાડા (ઉ.વ.61) નામના વૃધ્ધે લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

તેઓ સવારના સાતેક વાગ્યાના અરસામાં તેમના પત્ની રંજનબેન સાથે ઘરના ડેલાને તાળુ મારી ઢસા રોડ પર આવેલ પોતાની વાડીએ ખેતીકામ કરવા માટે ગયા હતા. બંને બપોરના અગીયારેક વાગ્યે પાછા ફર્યા અને ડેલાનુ તાળુ ખોલી અંદર જતા બંને રૂમના તાળા તુટેલા નજરે પડ્યા હતા. તસ્કરોએ રૂમમા રાખેલ બંને પટારામાથી 60 હજારની મતાની ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે પીએસઆઇ પી.એ.જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.