હિંમતનગરના જામળા ગામની સીમમાંથી SOGએ એક શખ્સને બંદૂક સાથે ઝડપી પાડ્યો

હિંમતનગરના જામળા ગામની સીમમાં મળેલી બાતમીના આધારે SOGએ કેનાલ પાસેથી બંદૂક સાથે એક શખ્સને પકડી પાડ્યો અને તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો હતો.

સાબરકાંઠા સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એન.એન.રબારીના માર્ગ દર્શન હેઠળ PSI કે.બી.ખાંટ અને SOG સ્ટાફ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન મળેલી બાતમી આધારે જામળા ગામની સીમમાં આવેલા રમણભાઈ પટેલના કુવા પર છાપરામાં રહેતો અને મૂળ મહેસાણાના વિજાપુર રેલવે ફાટક પાસે રહેતા 23 વર્ષીય હુસેન સુમાર સિંધી(ડફેર) પાસેથી ગેરકાયદેસર બંદૂક રૂ. 5 હજાર સાથે પકડી પાડ્યો હતો અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.