સિદ્ધપુર નજીક ટ્રેક્ટરની ટ્રોલી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત નીપજયું

સિદ્ધપુર – પાલનપુર હાઇવે પર સિદ્ધપુર પાસે ટ્રેકટર ટ્રોલી-બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માત બાઇક ચાલક હડમતીયા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજયું હતું.  

સિદ્ધપુર શહેરના દેથળી ચાર રસ્તા હાઇવે પર આવેલ ભાઈકાકા સોસાયટી સામે બાઇક-ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માત બાઇક ચાલક રમેશભાઇ ખેમાભાઇ પંચાલ (ઉ.વ.42) રહે. હડમતીયા તા.વડગામ તેની પાછળ બેઠેલા મનુભાઇ જવાનજી ઠાકોર રહે.ગોડીયા બેઠા હતા.

તેઓ બાઇક જીજે 08 સીઇ 536ના બાઇક ચાલકે આગળ જઇ રહેલા ટ્રેક્ટર ટ્રોલી સાથે ટક્કરાતા અકસ્માત બાઇક સવાર બંને રોડ પર પટકાઈ ગયા હતા ત્યારે બાઇક ચાલકને ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મૃત્યુ થયું હતું. જ્યારે પાછળ બેઠેલા મનુભાઇને તાત્કાલિક સિદ્ધપુર સિવિલ પછી વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ મધ્યે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત દરમ્યાન ટ્રેકટર ચાલક પલાયન થઇ ગયો હતો. મૃતક રમેશભાઇ ખેમાભાઇ પંચાલનુ ધારપુર સિવિલ મધ્યે પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સિદ્ધપુર પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.