રાપરના ત્રંબૌમાં ખેત મજૂરીના પૈસા માંગતા, 4 શખ્સોએ માર મારતા ફરિયાદ નોંધાઈ
રાપર તાલુકાના ત્રંબૌની ખડતલાવાંઢમાં હુમલાનો આ બનાવ સાંજે 6.30 વાગ્યાની વેળામાં બન્યો હતો. ફરીયાદીએ આરોપીઓ પાસેથી ખેત મજુરીના પૈસા માંગ્યા હતાં, પરંતુ આરોપીઓએ પૈસા આપવાના બદલે માર માર્યો હતો. આરોપીઓ હીરા ખેતા કોલી, ભીખા હીરા કોલી, પ્રભુ હીરા કોલી અને ઈસા ધના કોલીએ ફરીયાદી રાજુ જેમલ કોલીને પીઠ અને કોણીના ભાગે ધોકાનો મારમારી અસ્થિભંગ સહિતની ઈજા કરી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.