ભુજમાં સસરાએ કર્યો જમાઈ ઉપર છરી વડે હુમલો
ભુજમાં પત્ની સાથે પૈસા બાબતે માથાકૂટ થતા પીયર ચાલી ગયા પછી તેને લઈને સસરાએ જમાઈ ઉપર છરીથી હુમલો કર્યાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવાઈ છે. મળતી માહિતી અનુસાર સંજયનગરી કામરુદેશ રહેતા સાહિલ મહેમુદ પિંજારાએ નોંધાવેલી ફરિયાદ મુજબ સવારે ફરિયાદીની પત્ની સાથે પૈસા બાબતે માથાકૂટ થતા તેની પત્ની રિસાઈને સાસરિયામાં જતી રહી હતી. ત્યારપછી સાંજે આરોપી ફરિયાદીના સસરા એવા કાસમ સાલેમામદ નાયકા ફરિયાદીને રીક્ષામાં બેસાડી લઈ જઈ દીકરી સાથેની પૈસા બાબતની માથાકૂટનું મનદુ:ખ રાખી ઝઘડો કરી છરી મારતા ફરિયાદીએ હાથ આડો દેતા હાથના અંગુઠામાં અને સાથળના ભાગમાં છરી લાગતા જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલુ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.