મુંદરાના ભદ્રેશ્વર નજીક માર્ગ ઓળંગી રહેલા મજદૂર યુવાનને અજાણ્યા વાહને અડફેટે લેતાં મોત નીપજયું
મુંદરા તાલુકાના ભદ્રેશ્વર નજીક હિન્દુસ્તાન અડેસીવ કંપનીના મજૂર વસાહત પાસે રાત્રે મૂળ ઝારખંડનો 30 વર્ષીય મજૂર બિપિનકુમાર બૈજનાથ તિવારી માર્ગ ઓળંગી રહ્યો હતો તે સમય દરમિયાન ત્યારે વાહને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. મળતી માહિતી અનુસાર રાત્રે નવ વાગ્યાની વેળામાં ભદ્રેશ્વરથી હટડી જતાં માર્ગે હિન્દુસ્તાન અડેસીવ લિ. કંપનીમાં મજૂરી કામ કરતા અને ત્યાંજ પાસેની મજૂર વસાહતમાં રહેતા મૂળ ઝારખંડના 30 વર્ષીય બિપિનકુમાર બૈજનાથ તિવારી પગે ચાલીને માર્ગ ઓળંગતા હતા તે દરમિયાન કોઇ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે તેની સાથે જ કામ કરતા અને બાજુમાં રહેતા હરિનંદન પ્રજાપતિએ મુંદરા મરીન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે માર્ગ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે