અબડાસાના રાતા તળાવથી નરેડી વચ્ચે પુલિયા નજીક બાઇક સ્લીપ થતા યુવાનનું મોત

અબડાસા તાલુકાના રાતા તળાવથી નરેડી વચ્ચે પુલિયા નજીક સવારે બાઇક સ્લીપ થઈ જતાં યુવકનું મોત નીપજ્યું હતું. નખત્રાણા તાલુકાના વિથોણનો રહેવાસી એવા 23 વર્ષીય યુવાન શંકર રામજી કોલી સવારે બાઇક નં. જી.જે. 12-સી.સી. 7396 વાળી લઇને વિભાપરથી પોતાના ભાગે રાખેલી જાર જોગની વાડી ઉપર જઇ રહ્યો હતો તે દરમિયાન નવેક વાગ્યાના અરસામાં રાત તળાવથી નરેડી વચ્ચે નરેડીના પુલિયા પાસે બાઇક સ્લીપ થઇને માર્ગથી નીચે ઉતરી જતાં શંકરને માથાના ભાગમાં ગંભીર ઇજા થઈ હતી. આ માર્ગ પરના રાહદારીએ 108ને જાણ કરતા શંકરને સારવાર નસીબ થાય તે પૂર્વે જ તેનું મૃત્યું થયું હતું. નલિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.