નખત્રાણામાં અડધી રાત્રે જાહેરમા સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા છ નેપાળી ઝડપાયા

નખત્રાણાના બસ સ્ટેશન પાછળ જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે અડધી રાત્રે ગંજીપાના વડે જુગાર રમતા છ નેપાલી જુગારીઓને  રોકડા રૂા. 14,320 સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. નખત્રાણા પોલીસને મધ્ય રાત્રે પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે બસ સ્ટેન્ડ પાછળ ગોળ કુંડાળું કરી ગંજીપાના વડે જુગાર રમતા વિક્રમસિંહ ઇન્દ્રબહાદુરસિંહ ઠાકુરિયા, અનિલસિંહ ચિત્રબહાદુર-સિંહ સિંગ, મયૂરસિંહ ગોપાલસિંહ ઠાકુર, કરણસિંહ માનસિંહ બીકે, દરબહાદુર રતનસિંગ ઢોલી (રહે. તમામ મૂળ નેપાળ હાલે નખત્રાણા) અને ભીમબહાદુર નરબહાદુર બુડ્ડા (રહે. મૂળ નેપાળ હાલે દેવપર)ને રોકડા રૂા. 14,320ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.