અંજારના નવાગામમાં જાહેરમાં પત્તા રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપ્યા, 2 પલાયન

અંજાર તાલુકાના નવાગામમાં પાંજરાપોળ પાછળ જાહેરમાં પત્તા રમતા ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડયા હતા જ્યારે બે ઈસમ ભાગી ગયા હતા. ઝપડપાયેલા ઇસમો પાસેથી રોકડ રૂા. 2650 કબ્જે કરવામાં આવ્યા હતા. નવાગામના પાંજરાપોળ પાછળ અમુક શખ્સો ગંજીપાના વડે રમી રહ્યા હતા તેવામાં અચાનક પોલીસ ત્રાટકતા ગામનાં મોહન કુંવરજી સથવારા, મનજી તેજા સથવારા, કોટડાના અરજણ બીજલ સથવારાને ઝડપી લીધા હતા. જ્યારે ગામનાં જ લાલજી હંસરાજ સથવારા અને મુકેશ ઉર્ફે બકા જીવણ સથવારા નામના ઇસમો નાસી ગયા હતા. નાસી ગયેલા બે ઈસમને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.