ગાંધીધામના શક્તિનગરમાં ઘરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી

ગાંધીધામના શક્તિનગરમાં એ 56 પ્લોટ નંબરમાં વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે  ઘરની અંદર આગ લાગી ગઈ હતી. આ ઘટના અંગે  જાણ થતા ગાંધીધામ નગરપાલિકા સાથે ઈઆરસીના ફાયર ફાઈટરો પણ સ્થળ પર દોડી જઈને પાણીનો મારો ચલાવ્યો હતો. ચાર કલાકની ભારે જહેમત બાદ પરિસ્થિતિને કાબૂ કરાઈ હતી. મોટા પ્રમાણમાં રાચરચીલુ બળીને ખાક થઈ જવા પામ્યું હતું. ફાયર ફાઈટર દિપક ગરવા, દિપક ધોરીયા, પાર્થ હિંગના, ધીરજ કન્નર, કિરીટ ચુના, કેતન પરમાર, મનદીપ સિંહ જોડાયા હતા.