ભુજના એરફોર્સ સ્ટેશન નજીક બાઇક સવારનો અકસ્માત: બાઈક ચાલક ઇજાગ્રસ્ત
ભુજના એરફોર્સ સ્ટેશન પાસે બાઇકને અકસ્માત નડતાં બાઇક ચાલક ઇજાગ્રત થયો હતો. મળતી માહિતી અનુસાર માયાભાઈ સંજોટ નામનો વ્યક્તિ એરફોર્સના બીજા ગેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાતા જમણા હાથમાં અને પગમાં ઇજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે બનાવને પગલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.