સુરતમાં વરાછામાં હીરાની ઓફિસમાંથી 15 લાખના હીરાની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ: ચોર CCTVમાં કેદ

copy image

સુરતમાં વરાછા વિસ્તારમાં અજાણ્યા શખ્સે રૂપિયા 15 લાખના હીરાની ચોરી કરતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવાઈ છે.

મળતી માહિતી અનુસાર વરાછાના મીની બજારમાં આવેલી ઓફિસમાં મોડી રાતે કોઈ અજાણ્યો શખ્સ ગ્રીલ તોડી બારણાના તાળા તોડીને અંદર પઘૂસ્યો હતો અને ત્યારબાદ તેઓને ડ્રોવરમાંથી અંદાજે 15 લાખ રૂપિયાના હીરાની તસ્કરીને અંજામ આપ્યો હતો. ઓફિસમાં બે ત્રણ દુકાનનો માલ એક જ જગ્યા પર મૂકવામાં આવ્યો હતો. આ અંગે વરાછા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી  છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતા ચોરને પકડી લેવા માટે વરાછા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.