સુરતના અડાજણમાં અચાનક કારમાં આગ લાગતાં ભારે અફરાતફરી મચી

સુરતના અડાજણ વિસ્તારમાં રોડ પર પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા અડાજન ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો હતો

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા એલ પી સવાણી નજીક રોડની સાઈડ પર પાર્ક કરેલી કાર અચાનક સળગવા લાગી હતી. કાર ચાલક કાર પાર્ક કરીને બહાર ગયો હતો ને થોડી જ વારમાં કાર સળગવા લાગી હતી. કાર આગમાં ભડભજ ભડકે બળતા ઘટનાની જાણકારી ફાયર વિભાગને કરવામાં આવી હતી રોડ પર પાર્ક કરેલી કારમાં આગ લાગી હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ સમગ્ર ગાડી બળીને ખાક થઈ હતી.