મહેસાણા LCBની ટીમે દરણ ગામની સીમમા જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યા

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કડી તાલુકાના બાવળુંના દરણ ગામમાં પેટ્રોલીંગ કરી રહી હતી એ સમય દરમિયાન બાતમીના આધારે દરણ ગામની સીમમાંથી જુગાર રમતા 6 શખ્સોને પકડી પાડી કુલ 1 લાખ 18 હજાર 880નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરાઈ છે.

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, દરણ ગામની સીમામાં ખુલા ખેતરમાં છ  જુગારપ્રેમી જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 6 શખ્સોને પકડી પાડ્યા હતા. રેડ દરમિયાન ટીમે નાયિ મહેશ રણછોડભાઈ, ઠાકોર રાજેશ શિવાજી, પટેલ નવીન ગંગાભાઈ, ઠાકોર અશોકજી ગંભીરજી, ઠાકોર અમરતજી ખોડાજી, ઠાકોર ગાભાજી ચંદુજી તમામ ડરણ ગામના રહેવાસીને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખ્સો પાસેથી 33 હજાર 880 રોકડા, 3 બાઇક, 6 મોબાઈલ મળી કુલ 1 લાખ 18 હજાર 880નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.