ભરૂચ પોલીસે 300 કિલો ગૌમાંસના જથ્થા સાથે બે શખ્સોને ઝડપ્યા
copy image
ભરૂચ શહેરના ભઠીયારવાડ વિસ્તારમાં આવેલ કુંજરી ગલીથી બી ડીવીઝન પોલીસે 300 કિલો ગૌમાંસના જથ્થા સાથે બે શખ્સોને ઝપડી પાડ્યા છે.
ભરૂચ શહેરના ભઠીયારવાડ વિસ્તારમાં આવેલ કુંજરી ગલીમાં જુનેદ કાલુ કુરેશી અને ઇલ્યાસ મજીદ કુરેશી ગાયની કતલ કરી રહ્યા હોવાની બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી કાળા અને સફેદ કલરની ગાય ઊંઘા અવસ્થામાં પડી હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે સ્થળ પરથી 300 કિલો ગૌ માસ અને ગૌ માંસ કાપવાની 1 છરી, સળીયો તેમજ કુહાળી જપ્ત કરી બે કસાઈઓ જુનેદ કાલુ કુરેશી અને ઇલ્યાસ મજીદ કુરેશીને પકડી લઈ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ અને પશુ ધાતકીપણાની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.