ગોધરામાં કારચાલકે ST બસને પાછળથી ઠોકર મારી; સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં
ગોધરા સિવિલ લાઇન્સ રોડ ઉપર એક કારચાલકે પોતાની કાર બેફામ હંકારી એસટી બસને પાછળના ભાગમાં ધડાકા સાથે અથડાવતા બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે કારચાલક પોતાની કાર લઈને ત્યાંથી ચાલ્યો થઈ ગયો હતો. આ અકસ્માતના કારણે સુરત તરફ જઈ રહેલ મુસાફરો અટવાઈ ગયા હતા. ફરજ પરના કંડકટર દ્વારા જે મુસાફરોને ઉતાવળ હતી, તેવા મુસાફરોને અન્ય બસમાં મોકલી અપાયા હતા. ઘટનાની જાણ થતાં એસટી વિભાગને અને ઘટનાસ્થળે દોડી આવી નજીકના પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરાવી હતી.