રાપર તાલુકાનાં માંજુવાસ નજીક રણ પાસે પોલીસે ફિલ્મી ઢબે જીપમાથી 1.82 લાખનો શરાબ ઝડપી પાડ્યો; આરોપી ફરાર
રાપરના માંજુવાસ નજીક પોલીસે ગાડીનો ફિલ્મીઢબે પીછો કરી જીપમાંથી 1.82 શરાબ પકડી લીધો હતો. આરોપી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર પુર્વબાતમીના આધારે એલ.સી.બીએ બપોરે 12.30 વાગ્યાની વેળામાં વોચમાં હતી તે દરમિયાન બાતમી અનુસારની રણના ચોર રસ્તાથી જીપકાર પસાર થતા પોલીસે હાથ વડે અટકાવવાનો ઈશારો કર્યો હતો. શરાબ ભરેલી જીપકારના ચાલકે પોલીસને જોઈને ઉબડખાબડ રસ્તા તરફ ગાડી જવા દીધી તો વોચમાં રહેલી પોલીસે પણ ગાડીનો પીછો કર્યો હતો. પરંતુ મોમાય માતાજીના મંદિર નજીક ગાડી મુકી ભાગી ગયો હતો. જીપમાંથી તપાસ કરતા અંગ્રેજી પ્રકારના શરાબની અલગ અલગ બ્રાન્ડના 1,782 નંગ કવાર્ટરીયા અને બીયરના 96 ટીન મળી આવ્યા હતા.. ઝડપાયેલા શરાબના જથ્થાની કીમત રૂ. 1.82લાખ આંકવામાં આવી છે. આરોપીને ઝડપી પાડવા પોલીસે કવાયતા હાથ ધરી છે.