ભોજાય-નાગ્રેચાની સીમમાથી 4,50,000ના ઇલેક્ટ્રીક વીજ વાયરની તસ્કરી
copy image
માંડવીના ભોજાય-નાગ્રેચાની સીમમાથી 36 mmનો આશરે સાડા ત્રણ કિલોમીટરનો ઇલેક્ટ્રીક એલ્યુમિનિયમ વિજતાર ચોરી થયો હોવાની ફરિયાદ નોંધવાઈ છે.
આ અંગે મળતી માહિતી અનુસાર માંડવીના સાંભરાઈ સબ સ્ટેશનથી મોટી ઉનડોક ગામ સુધી વિજલાઇન નાખવાનું કામ ચાલુ છે.12-12ના કંપીનાના સાઈડ ઇન્ચાર્જને સવારે સાતેક વાગ્યાના અરસામાં આ ચોરી અંગે જાણ થતા તેમણે રણજીત કુમાર ધરમનાથ રાયને આ ચોરી અંગે જાણ કરે છે. ત્યારબાદ કંપીના ઉપરી અધિકારીઓને જાણ કરાયા બાદ ફરિયાદ દાખલ કરાવાઈ છે. આ ચોરીને 11-12ના રાત્રિના આઠેક વાગ્યાથી સવારના સાતેક વાગ્યાના અરસામાં અંજામ અપાયો છે.ચોરાઇ ગયેલ 36mmના ઇલેક્ટ્રીક વાયરની કિમત 4,50,000 અંકાઈ છે.
આ ચોરી અંગે ગઢશીશા પોલીસ સ્ટેશન માં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.