અંજારમાં પબડિયા તળાવ પર જુગાર રમતા 6 શખ્સો ઝડપ્યા

અંજાર પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પબડીયા તળાવ પાળ પર લાઇટના અજવાળે અમુક શખ્સ જાહેરમાં ધાણીપાસા વડે રૂપિયાની હાર જીત નો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે રેડ પાડી જુગાર રમતા જુગારીઓને પોલીસે ઝડપી પાડી 21,100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ 6 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલા આરોપીઓ:

  1. ઈકબાલશા ઈસબશા શેખ ઉ.વ.25 રહે. મસ્જિદની બાજુમાં શેખટિંબો અંજાર
  2. જાવેદહુશેન કસમશા શેખ ઉ.વ.18 રહે. હેમલાઈ ફળિયું  શેખટિંબો અંજાર
  3. અજીદ મામદ કુરેશી ઉ.વ.47 રહે. સાનફળિયું વાગડીયાચોકની બાજુમાં અંજાર
  4. મામદહુશેન ફકીરમામદ સૈયદ ઉ.વ.38 રહે. હેમલાઈ ફળિયું  શેખટિંબો અંજાર
  5. હુશેનશા હાજીશા શેખ ઉ.વ.37 રહે. હેમલાઈ ફળિયું  શેખટિંબો અંજાર
  6. જુસબશા ઉર્ફે મઢીયો ભચલશા શેખ ઉ.વ.46 રહે. હેમલાઈ ફળિયું  શેખટિંબો અંજાર