ભચાઉ કંડલા નેશનલ હાઇવે પર 11 કિલોગ્રામ ગાંજો પકડાયો
copy image
પેરોલ ફર્લો સ્કવોડ, પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમે 11 કિલિગ્રામ ગાંજો પકડી પાડ્યો.
એસ.ઓ.જી.કચેરી આદિપુર ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ, પૂર્વ કચ્છ, ગાંધીધામ તેમજ એલ.સી.બી પૂર્વે કચ્છ ગાંધીધામની ટીમ હાજર રહી હતી. મળતી માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી કે, મહેશકુમાર બલમરાય યાદવ, (ગામ નાટોલાસમનીમાં, થાના આસમલગોલા, જી. પટના, બિહાર) બિહારથી ગે.કા.રીતે ગાંજાનો જથ્થો વેચાણ અર્થે ભચાઉ કંડલા નેશનલ હાઇવે-27, વરસાણા ગામથી પડાણા ગામ તરફ જવાનો છે.
આ બાતમીના આધારે પોલીસ કાયવાહી કરવા માટે બાતમીવાળા સ્થળ પર વોચમાં હતી તે દરમિયાન વરસાણા ગામ તરફથી બે બેગ સાથે પગે ચાલી આવતા એક શખ્સને અટકાવી પૂછપરછ કરવામાં આવતા તેણે હિન્દી ભાષામાં મહેશકુમાર બલમરાય યાદવ, (ગામ નાટોલાસમનીમાં, થાના આસમલગોલા, જી. પટના, બિહાર)હોવાનું જણાવ્યુ હતું. આ શખ્સ પાસે રહેલા બે બેગ તપાસ કરવામાં આવતા ખાખી સેલોટેપ વીંટાળેલ બે પેકેટમાં આછા ભીનાસ વાળા ડાળખા, બીજ,પાદડા સહિત વનસ્પતિ પદાર્થ અંગે પૂછતા મહેશકુમાર બલમરાય યાદવે ગાંજો હોવાનું જણાવ્યુ હતું.મહેશકુમાર બલમરાય યાદવની અટકાયત કરી તેની પાસેથી ગાંજાનો જથ્થો તેમજ રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, ડેબિટ કાર્ડ અને બે બેગ કબ્જે કરવામાં આવ્યા હતા.
મહેશકુમાર બલમરાય યાદવને ગાંજા અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવતા પોતે ગાંજાનો જથ્થો સતેન્દ્રકુમાર પુનીતરાય યાદવ (રહે. ગામ નાટોલાસનીમા, થાના આસમલ ગોલ, જી.પટના,બિહાર )ની પાસેથી ખરીધ્યું હોવાનું અને આ જથ્થો રાજવીર ઉર્ફે શંકર સનઓફ સૌરાજ યાદવ, (રહે. ગામ પર્ણવાનબીઘા, પોસ્ટ ગોપાલબાદ સરમેરા જી. નાલંદા બિહાર, રહે. હાલ પડાણા તા. ગાંધીધામ)ને વેચાણ માટે આપવા આવ્યા હોવાનું જણાવ્યુ હતું.
પોલીસે મહેશકુમાર બલમરાય યાદવની અટકાયત કરી કુલ.કિમત.રૂ.1,15,470 નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.