પડાણામાથી વધુ એક શખ્સ ગાંજા સાથે ઝડપાયો
એસ.ઓ.જી.કચેરી આદિપુર ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ, પૂર્વ કચ્છ, ગાંધીધામ તેમજ એલ.સી.બી પૂર્વે કચ્છ ગાંધીધામની ટીમ હાજર રહી હતી. મળતી માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી કે, મહેશકુમાર બલમરાય યાદવ, (ગામ નાટોલાસમનીમાં, થાના આસમલગોલા, જી. પટના, બિહાર) બિહારથી ગે.કા.રીતે ગાંજાનો જથ્થો વેચાણ અર્થે ભચાઉ કંડલા નેશનલ હાઇવે-27, વરસાણા ગામથી પડાણા ગામ તરફ જવાનો છે.
આ બાતમીના આધારે પોલીસ કાયવાહી કરવા માટે બાતમીવાળા સ્થળ પર વોચમાં હતી તે દરમિયાન વરસાણા ગામ તરફથી બે બેગ સાથે પગે ચાલી આવતા એક શખ્સને અટકાવી પૂછપરછ કરવામાં આવતા તેણે હિન્દી ભાષામાં મહેશકુમાર બલમરાય યાદવ, (ગામ નાટોલાસમનીમાં, થાના આસમલગોલા, જી. પટના, બિહાર)હોવાનું જણાવ્યુ હતું.
આ જથ્થો રાજવીર ઉર્ફે શંકર સનઓફ સૌરાજ યાદવ, (રહે. ગામ પર્ણવાનબીઘા, પોસ્ટ ગોપાલબાદ સરમેરા જી. નાલંદા બિહાર, રહે. હાલ પડાણા તા. ગાંધીધામ)ને વેચાણ માટે આપવા આવ્યા હોવાનું જણાવ્યુ હતું.જેથી રાજવીર યાદવના મકાન પર ગાંજાનો જથ્થો મળી આવવાની સંભાવના હોવાથી તેના રહેણાક મકાન પર રેડ પડાઈ હતી. મકાનના પતરાવાળા એક રૂમમાં ખાખી કલરના બોક્સમા ગાંજો હોવાનું સામે આવ્યું હતું. મળેલ ગાંજાની 9,930 અંકાઇ છે. આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ગાંજો તેમજ મોબાઇલફોન, આઈડી પ્રૂફ,ઉપરાંત પિસ્તાળ હથિયાર અને જીવતા તેમજ ફૂટેલ કારતૂસ કબ્જે કરવામાં આવ્યા છે.
આરોપીને કરટીસ અંગે વધુ પૂછપરછ કરવામાં આવતા ગાંજાનો જથ્થો ભવાની યાદવ (રહે.મૂળ બિહાર)હાલે ગાંધીધામ કાર્ગો જુપડાથી વેચાણ અર્થે આપેલ હોવાનું અને કરટીસ ભવાની યાદવ મારફતે ખરીદ્યા હોવાનું જણાવ્યુ હતું. ભવાની યાદવ રેડ દરમિયાન હજાર મળી આવ્યો ન હતો. પોલીસે સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.