મુંદ્રાથી ગાંધીધામ જતાં રોડ પર બાઇક સ્લીપ થતાં 2ને ઇજા

આ અકસ્માત અંગે ગાંધીધામ એ-ડિવિઝન મથકે રિંકુ શ્રીકૃષ્ણ નાયકે ફરિયાદ દાખલ કરવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદીના પિતા કલબીરસિંગ સાથે મોટર સાઇકલ નં. GJ-12-A-4331 પર મુંદ્રાથી ગાંધીધામ તરફ રોડ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન સ્મશાન પુલિયા પાસે પહોચતા બાઇક ચાલકે પુરઝડપમાં અચાનક મારતા બાઈક પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેથી તેઓ બંને નીચે પટકાતા બંનેને શરીરે ઇજાઓ પહોચી હતી. ફરિયાદીના પિતાને ફેકચર જેવી ઇજાઓ પહોચતા તેમને ભુજ સારવાર હેઠળ ખસેડાયા હતા. પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.