બાઈક પર દારૂ લઈ જતાં 2 શખ્સોને નરા પોલીસે ઝડપી પાડ્યા
મળતી માહિતી અનુસાર નરા પોલીસે બુરકલ ગામ નજીક વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન ફુલાય રોડ પરથી એક બાઈક ઉપર બે શખ્સો આવતા તેને અટકાવી બાઈક સવારના હાથમાં રહેલ કળા કલરની થેલી ચેક કરવામાં આવતા તેમાં દેશીદારૂની 18 કોથળીઓ મળી આવી હતી. પોલીસે બંને શખ્સોની અટકાયત કરી 5000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 2 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ:
- અલી મીસરી મુંજાવર ઉ.વ.32 રહે. હાજીપીર
- સિધિક ઇબ્રાહિમ મુંજાવર ઉ.વ.40 રહે. હાજીપીર