ગાંધીધામમાં બાઈકની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવાઈ છે. હેમંતભાઈ કરમશીભાઈ ચૌધરીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તા. 30-8ના ગાંધીધામ મધ્યે આવેલ શ્રી રાધે રાધે દુકાનના સામે સાઈ સલૂન પાસે તેમના સેઠની માલિકી GJ-12-DB-8533 બાઈક પાર્ક કરી હતી. ત્યારબાદ રાત્રે સાડા દસેક વાગ્યાના અરસામાં બાઈક લેવા જતાં તે નજરે પડી ન હતી અને આસપાસ તપાસ કરતાં ક્યાય મળી આવી ન હતી. ત્યાર બાદ કામ અર્થે વતનમાં ગયો હોવાથી આ અંગે ફરિયાદ મોડી દાખલ કરાવેલ છે.પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.