અંજારમાં ઓનલાઇન વરલી મટકાનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડતી એલ.સી.બી. પૂર્વ કચ્છ ગાંધીધામ

એલ.સી.બીની ટિમ પેટ્રોલિમાં હતી તે દરમિયાન અંજાર નગરપાલિકા પાસે પહોચતા તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, જાવેદ પીંજારા  મોબાઈલ પર વરલી મટકાનો જુગાર રમી રમાડતો શખ્સ દેવળીયા નાકા પાસે આવેલ એ-વન ટી-સ્ટોલ પાસે આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસ વોચમાં હતી તે દરમિયાન બાતમી વર્ણન વાળો શખ્સ આવતા તેને ઝડપી પાડ્યો હતો. ફોન તપાસ કરતાં વરલી મટકાના આંક ફરકના આંકડા લખેલ જોવા મળ્યા હતા. પોલીસે આ અંગે પૂછપરછ કરતાં પોતે આંકડા ઉમરસિંહ જાડેજા, તથા અજીતસિંહ જાડેજાને રહે. અંજાર સોમનાથ એંટરપ્રાઇઝ વાડાને લખાવતો હોવાનું જણાવ્યુ હતું.

પોલીસે જાવેદ હારૂન પીંજારા, ઉમર સિંહ જાડેજા, તથા અજીતસિંહ જાડેજાને પકડી પાડી રોકડ રૂ.9200 તથા 1 મોબાઈલ ફોન કી.રૂ.5,000 તેમજ મોટરસાઇકલ કી.રૂ.15,000 મળી કુલ.કી.રૂ. 29,200નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.