રાપરના સેલારીમાં ખેડૂતના ગોડાઉનમાથી એરંડા અને જીરાની બોરીઓની તસ્કરી
copy image
રાપર તાલુકના સેલારી ગામમાં ખેડૂતના ગોડાઉનમાથી ચોરી થઈ જવાની ઘટના રાપર પોલીસ મથકે નોંધાઈ છે.
પોલીસ ફરિયાદ નોંધાવતાં હરખાભાઇ ઉર્ફે બાબુભાઇ સવજીભાઇ ચૌધરીએ જણાવ્યુ હતું કે તેઓ ખેતી કરી તેમજ ગામના ખેડૂતો પાસેથી વેચાણ થી એરંડા અને અન્ય પાક બજાર ભાવે ઘરના બાજુના ગોડાઉનમાં રાખે છે. 8-12ના સાંજના ચારેક વાગ્યાના અરસામાં હરખાભાઇ પાસેથી દસ બોરી એરંડા વેચાણથી લીધેલ હતા જ્યારે જીરું 40 કિલોનું અગાઉથી અંદર પડેલું હતું તેમજ તેમના દીકરાની સાઇકલ, વજન કાંટા વીસ કિલોનું વજનિયું ગોડાઉન અંદર રાખી તાળું મારી ઘરે ચાલ્યા ગયા હતા.
બાદમાં 18-12ના સવારના આઠેક વાગ્યાના અરસામાં આવતા એરંડાની 10 બોરીઓ કી.રૂ.54,000, 40 કિલો જીરું કી.રૂ. 4000, સાઇકલ કી.રૂ.1000 વજન કાંટો કી.રૂ. 1500 અને વીસ કિલોનું વજનિયું 500 એમ મળી કુલ કિમત રૂ. 61,000ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ અંગે આસપાસમાં તપાસ કરતાં કોઈ જાણકારી મળી આવી ન હતી. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.