કુખ્યાત બાઈક ચોર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ
આડેસર પોલીસ ચેકપોસ્ટ પાસે પોલીસે પૂર્વ કચ્છમાં બાઈક ચોરી કરતી ગેંગના ચાર શખ્સને હથિયારો સાથે ઝડપી પાડયા હતાં.’ આ કાર્યવાહી દરમ્યાન લૂંટ અને બાઈક ચોરીના છ જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો હતો.’ ઝડપાયેલા શખ્સો પૈકી બે જણા સામે અન્ય રાજ્યોમાં પણ’ ગંભીર ગુના નોંધાયેલા છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ’ બાતમીના આધારે’ પૂર્વ કચ્છ સ્થાનિક ગુનાશોધક શાખા અને આડેસર પોલીસે ગત સાંજે આરોપીઓ અશોક ઉર્ફે આર્યન રમેશ નિમ્બારામ પ્રજાપતિ, અભિલેષ સુરેશ જાટવ, દિપક ભચુસીંગ કુસવાહ, અજયસિંહ બિજેન્દ્રસિંહને દબોચી લીધા હતાં.’ દોઢ મહિના પૂર્વે અંજાર ભુજ રોડ ઉપર થયેલી લૂંટના’ આરોપીઓ સાંતલપુર તરફથી’ આવવાના હોવાની બાતમી મળી હતી. જે મુજબ પોલીસ દ્વારા આડેસર ચેકપોસ્ટ પાસે સઘન વાહનચેકિંગ કરાયું હતું.’ આ દરમ્યાન પગદંડી રસ્તા ઉપર ચાર શખ્સ બેગ લઈને પગપાળા ચાલતા હતા. પોલીસે તેમને પડકારાતાં આરોપીઓએ દોટ લગાવી હતી, પરંતુ પોલીસ કર્મચારીઓએ પીછો કરી કોર્ડન કરી ઝડપી પાડયા હતાં.’ ચેકપોસ્ટ ઉપર લાવીને થેલામાં તપાસ કરાતાં તેમાંથી હથિયારો નીકળી પડયા હતાં. આરોપીઓના કબજામાંથી 25000ની કિંમતની એક પિસ્તલ, બે મેગેઝિન, 20 હજારની કિંમતના બે દેશી કટ્ટા, 4800ની કિંમતના 65 એમ.એમ.ના 16 રાઉન્ડ, 6300ની કિંમતના 8′ એમ.એમ.ના 21 નંગ’ રાઉન્ડ, ચાર મોબાઈલ ફોન, માસ્ટર કી, સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આરોપીઓની પૂછપરછ’ દરમ્યાન અંજાર, આદિપુર અને ગાંધીધામમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. હથિયારો સાથે ચોરી કરતા આરોપીઓએ ગત તા. 4-11ના અંજાર બાયપાસ ઉપર બાઈક ચોરી કરી હતી, જે રાજસ્થાન વેચી નાખી હતી. ગત તા. 9-11ના જ્યુપિટર ચાલકને આંતરી મોબાઈલ ફોન અને પર્સની લૂંટ કરી હતી, તેમાં મળેલી 10 હજારની રોકડ સરખે ભાગે વેચી હતી અને એ મોબાઈલ’ ફોન આજે પોલીસે કબજે કર્યા હતા, ગત તા. 10-11ના ગાંધીધામમાં આરફે 15 બાઈકની ચોરી કરી હતી, તેમજ તા. 11-11ના 64 બજારમાં હાર્લી ડેવીડસન બાઈકની ચોરી રાત્રિના 1 વાગ્યે કરી હતી. ત્યારે વાહન ચાલક જાગી જતા આરોપીઓએ હવામાં ફાયરિંગ કર્યું હતું. આ ઉપરાંત કે.ટી.એમ. બાઈકની ચોરી કરી તેના સ્પેરપાર્ટ અલગ કરી એન્જિન અંજારની આજુ-બાજુ ફેંકી દીધું હતું. આરોપીઓએ ગ્વાલીયરમાં પણ બાઈકની ચોરી કરી હતી.’ પિસ્તોલ અને દેશી કટ્ટા મધ્યપ્રદેશથી’ ખરીદી હતી અને તે શખ્સને પણ આરોપીઓએ એક ચોરાઉ બાઈક આપી હોવાની કેફિયત આપી હતી.આરોપી સુરેશ જાટવ વિરુદ્ધ રાજસ્થાનમાં દિહોલી અને નિહાલગંજ પોલીસ મથકમાં હત્યાનાં પ્રયાસ સહિતના જ્યારે અજયસિંહ બીજેન્દ્રસિંહ સામે પણ નિહાલગંજમાં હત્યાનાં પ્રયાસનાં બે’ ગુના નોંધાયા છે. આરોપીઓ માસ્ટર કીથી મોંઘી બાઈક ચોરી કરી જો કોઈ પ્રતિકાર કરે તો પોતાની પાસેના હથિયારથી ફાયરિંગ કરી લૂંટ પણ કરતા હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. એલ.સીબી. પી.આઈ. એમ.એમ. જાડેજા, પી.એસ.આઈ વી.આર. પટેલ, આડેસર પી.આઈ. બી.જી. રાવલ, આડેસર, એલ.સી.બી અને આડેસર ચેકપોસ્ટનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો