માંડવીના નાની ખાખરમાં ફળિયામાં બેસવા મુદ્દે યુવકને મારમારાયો: 3 શખ્સ વિરુદ્ધ ફરિયાદ
માંડવીના નાની ખાખરમાં ફળિયામાં બેસવા મુદ્દે બબાલ. યુવકને માર મારી ગાડો આપી યુવકની બાઇકમા તોડફોડ કરી 2000નું નુકશાન પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા 3 શખ્સો વિરુદ્ધ કોડાય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે રોનીક રાયશીભાઈ મોથારીયાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી સવારના નવેક વાગ્યાના અરસામાં ગામના મહેશ્વરી વાસના ફળિયામાં આવેલ બાલમંદિર પાસે પ્રદીપ થાવર તેમજ પ્રેમજી હરશી મહેશ્વરી સાથે બેઠો હતો. તે સમય દરમિયાન ગામના વિનોદ દેવજી ધેડા અને તેમના પિતા દેવજીભાઇ આવેલ અને તું કેમ રોજ અહિયાં ફળિયા પાસે બેસે છે કહી ગાળો બોલવા લાગ્યા. જેથી ફરિયાદીએ ગાળો બોલવાની ના કહેતા બંને ઉશ્કેરાઈ ગયા હતા. તેમજ દેવજીભાઇ ધેડા ફરિયાદીને ધકબુશટનો માર મારવા લાગ્યા જ્યારે તેમનો દીકરો હાથમાં રહેલ ધોકા વડે માથાના ભાગે તેમજ પગના ભાગે માર માર્યો હતો. લોહી નીકળતા રાડારાડ કરતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને પ્રદીપ થાવર તથા પ્રેમજી હરશી મહેશ્વરીએ વધુ મારથી છોડાવ્યો હતો. તે દરમિયાન કરશન ભોજા ધેડા , વિનોદ દેવજી ધેડા તથા દેવજીભાઈએ ફરિયાદીની GJ-12-DC-1615 પલ્સર બાઇકમા પથ્થર તેમજ ધોકાવડે તોડફોડ કરી 2000નું નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાથી ચાલ્યા ગયા હતા. ફરિયાદીને માથાના ભાગે લોહી નિકળતું હોવાથી સારવાર અર્થે માંડવી સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.