જાણો PUBG ગેમ શા માટે છે નુકશાનકારક ?
આપણે સહુ જોયું હસે કે હાલમાં PUBG ગેમ જે યુવકોની વચ્ચે ખૂબ રમાય છે આ એક ઓનલાઈન ગેમ છે જેને ગૂગલ પ્લે સ્ટોરમાં ધુમ મચાવી દીધી છે જાણવા મળતી વિગતો અનુસાર હાલમાં વોટસપ અને ફેસબુક કરતાં પણ વધારે PUBG ગેમ ડાઉનલોડ કરવામાં આવી રહી છે તેવું જાણવા મળેલ છે. આ ગેમ એ એક મનોરંજન માટે છે પરંતુ હાલની યંગ જનરેશન આને લત બનાવી બેઠી છે જે બહુ ખરાબ છે કારણ કે આજે ટીવી હોય કે સ્માર્ટફોન હોય તે ફકત મનોરંજન માટે છે
મનોરંજન એટલે આખા દિવસ દરમિયાન આપણે જે ભી કામ કરતાં હોઈએ છે એ કામ નું બોજો હલકું કરવા માટે અમુક સમય જે પ્રક્રિયા કરવામાં આવે છે તેને મનોરંજન કહેવામા આવે તે આદત બને તો ખરાબ કહેવાય કારણ કે આ ગેમ આજે યુવાઓ વચ્ચે એટલી લોકપ્રિય થઈ છે કે એ પોતાની આદત બનાવી નાખી જેના થાય એ છે ગેમ રમતી વખતે મગજ એકજ દિશામાં કામ કરે છે અને આસપાસનું ધ્યાન રહેતું નથી જે સારી વાત ન કહેવાય શરીર માટે આના લીધી એકાગ્રતા ગુમાવનો ભય રહે છે.
હાલમાં એવા બનાવો બહાર આવ્યા જેમાં બાળક આ ગેમ રમતો હોય તે દરમિયાન માતા પિતા દ્વારા ઠપકો આપવામાં આવ્યો તો બાળક પોતાનું ઘર છોડી જતો રહ્યો તો હવે આપ આના પરથી અંદાજો લગાવી શકો છો કે આ ગેમ એ કેટલું નુકશાન પહોચાડી રહ્યું છે આજની યુવા પેઢીને તેથી ગેમ ફકત મનોરંજ પુરતુજ હોવું જોઈએ તેને લત બનાવું એ નુકશાન કારક છે.