ઉનામાં બાઇક ઉપર અંગ્રેજી શરાબની 95 બોટલ સાથે ઝડપાયો
ઉના વિધાનગર નજીક મોટર સાયકલ ઉપર લાવતો અંગ્રેજી શરાબની 95 બોટલ સાથે એકને ગીર સોમનાથ જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડેલ છે. ગીર સોમનાથ જિલ્લાની એલ.સી.બી.પોલીસના કર્મચારી પ્રદિપસિંહ હરિસિંહ એ દેલવાડા રસ્તા ઉપર વિધાનગર સોસાયટી નજીક દેલવાડા ઉના તરફ આવી રહેલ મોટર સાયકલ ચાલક સલમાન હનીફસા ચૌહાણ રે.ઉના કોર્ટ વિસ્તાર વાળાને રોકવી કાર્યવાહી કરતાં તેના કબાજમાંથી પરપ્રાંતની અંગ્રેજી શરાબની બોટલ નંગ 95 રૂ. 4750/- તથા 20 હજારના મોટર સાયકલ સાથે ઝડપી પાડી ઉના પોલીસ મથકને લાવી ગુનો નોંધી અટક કરી હતી. તેનો સાથીદાર વસીમ ઇકબાલ રે. ઉનાવાળો નાસી છૂટતા પોલીસે તેની સામે ગુનો નોંધી ઝડપવા તપાસ હાથ ધરી છે.