ગુજરાત રાજ્યમાં ધોરણ-૧૨ સાયન્સ પછી ડીગ્રી-ડીપ્લોમા એન્જીનીયરીંગ તેમજ ડીગ્રી-ડીપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમ માટે ગુજકેટની પરીક્ષા આગામી ૩૦ માર્ચ, ૨૦૧૯ને શનિવારે લેવામાં આવશે.

જાણવા મળતી વિગત અનુસાર ગુજરાત રાજ્યમાં ધોરણ-૧૨ સાયન્સ પછી ડીગ્રી-ડીપ્લોમા એન્જીનીયરીંગ તેમજ ડીગ્રી-ડીપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમ માટે ગુજકેટની પરીક્ષા આગામી ૩૦ માર્ચ, ૨૦૧૯ને શનિવારે લેવામાં આવશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્ધારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી ડીગ્રી-ડીપ્લોમા એન્જીનીયરીંગ તેમજ ડીગ્રી-ડીપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ૨૦૧૭થી ફરજીયાત દાખલ કરવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૧૯ માટે ગુજકેટની પરીક્ષા તા.૩૦-૩-૨૦૧૯ને શનિવારના રોજ યોજવામાં આવી છે. જેમાં વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ, બી તેમજ એબીના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.