રાજકોટ : જેતપુર ઉપલેટા અને પાટણવાવમાં વરલીના જુગાર ઉપર પોલીસે દરોડો પાડી મહિલા સહિત સાતની અટક

રાજકોટ જિલ્લાના જેતપુર, ઉપલેટા અને પાટણવાવમાં ચાલતા વરલીના આંકડાના જુગાર ઉપર પોલીસે રેડ પાડી મહિલા સહિત સેટ આરોપીની અટક કરી રૂ. 37,240ની રોકડ જપ્ત કરી છે. મળતી વિગત અનુસાર પ્રથમ રેડમાં ઉપલેટાના ગાંધીચોકમાં જાહેરમાં વરલીના આંકડા લેતો મહેબુબ ઉર્ફે સુલતાન સોરની અટક કરી રૂ.330ની રોકડ જપ્ત કરી હતી. જ્યારે ઉપલેટાના સ્મશાન રસરા પર રેડમાં વરલીના આંકડા લેતા સલિમ ઉમર રફાઈ, મરીયમ જૂસબ શેખ અને રજાક ઉર્ફે બાવલો ઓસમાણની અરક કરી રૂ. 14610ની રોકડ જપ્ત કરી હતી. ઉપલેટા પોલીસને અંધારામાં રાખી એલસીબીએ રેડ પાડી વરલીના આંકડા લેતા આરોપીને દબોચી લીધા હતા. ઉપલેટામાં ઠેર ઠેર જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાતો હોવા છતાં પોલીસ કેમ નિસ્ક્રીય છે તે બાબતે ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન રાજકોટ એલસીબીના પોલીસ અધિક્ષક બલરામ મીણાનિ સૂચનાથી સ્થાનીક પોલીસને અંધારમાં રાખી સ્ટાફે દરોડો પાડ્યો હતો. જ્યારે જેતપુરના ડેડરવા ગામે પોલીસે રેડ પાડી વરલીના આંકડા લેતા વિજય બચુ મુડીયાની અટક કરી રૂ. 11060ની રોકડ જપ્ત કરી હતી. ધોરાજી પોલીસે પાટણવાવના મોટીમારડ બસ સ્ટેન્ડ પાસેથી વરલીનો જુગાર રમતા રાજુ બાબુ ભરડા અને પરેશ વાછાણીની અટક કરી રૂ. 11240ની રોકડ જપ્ત કરી હતી.