નખત્રાણાના નીસલંકીધામ ખાતે થયેલા બલુન બ્લાસ્ટમાં ગંભીર રીતે દાઝી ગયેલા બે સફાઈ કામદારોના મોત

હમણાજ બે ચાર દિવસ અગાઉ નખત્રાણાના નીસલંકી ખાતે બલુન બ્લાસ્ટ થયું હતું. જેમાં ત્યાં કામ કરતાં બે સફાઈ કામદારો ગંભીર રીતના દાઝી ગયા હતા. જેને સારવાર અર્થે ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમ બને સફાઈ કામદાર મહેશભાઇ તેમજ સુરેશભાઇને વધુ સારવાર માટે અમદાવાદ સીવીલમાં લઈ જવાયા હતા. મંગળવારે સવારના નીસલંકીધામ ખાતે બલુન બ્લાસ્ટ થતાં સુરેશભાઇ પટેલ તેમજ મહેશભાઇ પટેલ બને ગંભીર રીતના દાઝી ગયા હતા. જેથી આ બનેના ગઇકાલે મોત નીપજતાના સમાચારથી પટેલ વર્તુળમાં સોકનું મોજુ ફરી વળયુ છે.