પડાણામાં જાહેરમાં પાર્ક કરેલ બોલેરોની ઉઠાંતરી થતાં ફરિયાદ નોંધાઈ

આ અંગે ફરિયાદ નોંધાવતાં મહેન્દ્રસિંહ ભેરૂસિંહ પઢીયારે ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમને પોતાની માલીકીની GJ-12-જે-6778 સફેદ કલરની મહિન્દ્રા કંપનીની પેક બોલેરો જેની કિમત રૂ.2 લાખ થાય છે તે ગાડી ફરિયાદીએ પોતાના સાઢુના દીકરા સુમેરસિંહને આપેલ હતી. તા.17-1ના રાત્રિના આશરે સાતેક વાગ્યે સુમેરસિંહે બોલેરો ગાડી પડાણા સેન્ટ્રલ બેન્કની બાજુમાં પાર્ક કરી હતી. બીજા દિવસે સવારના સાડા સાતેક વાગ્યે બોલેરો પાર્ક કરેલ સ્થળ પર જોવા ન મળતા ચોરી થઈ ગઈ હોવાનું જણાઈ આવ્યું હતું. બોલેરો અંગે શોધખોળ કરતાં આજદિન સુધી મળી આવી ન હતી. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.