ભુજમાંથી મોબાઈલ ફોનના વિક્રેતાઓ સાથે છેતરપિંડી કરનાર બે શખ્સોની અટક

ભુજમાં આવેલી મોબાઇલની દુકાનમાંથી રૂ. 9,50,239ની કિંમતના કુલ 79 નંગ મોબાઇલની ખરીદી કરીને પૈસા નહીં આપીને વેપારી સાથે ઠગાઇ કરનાર બે આરોપીને ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. આ બાબતે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મયંક અનિલ ગજરા અને રાહુલ અનિલ ગજરા રહે માધાપર એ પ્રતીક ધનસુખભાઈ દોશીની દીપ દર્શન નામની મોબાઇલની દુકાનમાંથી અલગ-અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ 79 કિંમત રૂ. 9,50,293 ની ખરીદી કરી હતી, પરંતુ પ્રતીકભાઈને મોબાઇલના રૂપિયા આપ્યા નથી તેમની સાથે વિશ્વાસધાત કર્યો હતો. જે બાબતે પ્રતીકભાઈ દ્રારા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવાઇ હતી. જેની કાર્યવાહી ચાલી રહી હતી. તે દરમિયાન મયંક અને રાહુલ એમ બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. શખ્સ પાસેથી વીવો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ. 14,276 મળી આવ્યો હતો. જે જપ્ત કરવામાં આવ્યો હતો. બંને શખ્સોને કોરટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવશે. કામગીરીમાં પી.આઈ.વી.કે.ખાંટ, પીએસઆઈ બી.બી.સિંહ, હેડ કોન્સટેબલ જયસુખ માલકિયા, સુરસિંહ રાજપૂત સહિતના જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *