ભચાઉમાં ઘરમાંથી દારૂ તેમજ ચોરાઉ તેલનો જથ્થો પોલીસે ઝડપાયો

ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં એસઓજીના સ્ટાફે દરોડો પાડીને રહેણાક ઘરમાંથી 60 બોટલ શરાબ તેમજ શંકાસ્પદ સોયાબીનના 31 ડબા પકડી પાડ્યા હતા. પૂર્વ કચ્છ એસઓજીના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સાંજના અરસામાં એસઓજીના સ્ટાફે પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમીના આધારે ભચાઉના હિંમતપુરામાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે તકનો લાભ લઈ શખ્સ કાસમ રાજા ત્રાયા પલાયન થઈ ગયો હતો. જેથી તેના રહેણાક ઘરની તપાસ કરવામાં આવી હતી. તેવામાં મકાનમાંથી ઇંગ્લિસ શરાબની 60 બોટલ, કિંમત રૂ. 21 હજારની મળી આવી હતી. ત્યારબાદ શખ્સનાં ઘરના બીજા રૂમમાં તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી પણ 15 કિલોના સોયાબીન તેલના 31 ડબા કિંમત રૂ. 46,500 ના આવ્યા હતા. જેથી એસઓજીના સ્ટાફે શરાબ તેમજ ચોરાઉ કે શંકાસ્પદ મનાતા તેલના ડબા જપ્ત કરી લીધા હતા. આ કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઇ જે.પી.જાડેજા, પીએસઆઈ કે.બી.જાડેજા, પૃથ્વીસિંહ જાડેજા, દેવાનંદ બારોટ વગેરે જોડાયા હતા.