માનકુવામાં સગીર કન્યાના અપહરણ મુદે ફોજદારી

ભુજ તાલુકાનાં માનકુવા ગામની સગીર વયની કન્યાનું અપહરણ કરી જવા મુદે અજ્ઞાત આરોપી સામે ફરિયાદ નોંધવાઇ છે. પોલીસે આપેલી વિગતો અનુસાર કન્યાની માતાએ આ ફરિયાદ નોંધાવી હતી. કન્યાનું કોણ અપહરણ કરી ગયો તે નોંધવાયું નથી અને શખ્સ તરીકે અજાણ્યા આરોપીને બતાવાયો છે. માનકુવાના પોલીસ ઇન્સ્પેકટર વી.એસ.ચંપાવતે કેસની કાર્યવાહી હાથ ધરી છે