લોરિયા–સુમરાસર ગામ વચ્ચે અગાઉ ઝગડા અને બોલાચાલી મુદે હુમલામાં હત્યાની કોશિશ.
ભુજ તાલુકામાં લોરિયા અને સુમરાસર ગામ વચ્ચે અગાઉના ઝધડા અને બોલાચાલી મામલે ટોળા દ્રારા બનેલા હુમલાના બનાવમાં પોલીસે શખ્સોઓ સામે હત્યાના પ્રયાસની કલમો સહિત ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આપેલી વિગતો અનુસાર ગત રાત્રના અરસામાં સુમારે બનેલી આ ઘટનામાં સુમરાસર ગામના સુનીલ રાણાભાઈ ચાડ ઉ.વ.20, ત્રિકમ રામજી ચાડ ઉ.વ.38 અને વૈષ્ણવ ભારમલ ચાડ ઉ.વ.22 ઇજા થતાં તેમણે સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ વિશેની ફરિયાદમાં નોંધણી અનુસાર ગત નવરાત્રિ સમયે લોરિયા ગામના પ્રવીણસિંહ સવાઈસિંહ સોઢા સાથે થયેલી બોલાચાલી અને ઝધડા વિશેની અડવાતમાં હુમલાનો આ બનાવ બન્યો હતો. આ મામલે પ્રવીણસિંહ ઉપરાંત સવાઈસિંહ સોસાજી સોઢા, સતાજી સોમજી સોઢા, પીરદાન ચમજી સોઢા, નૂરમામદ સુમરા, કાળુભા હકુભા જાડેજા અને તેમની સાથેના પાંચથી છ અજ્ઞાત આરોપીઓએ આ હુમલા સાથે ભોગ બનનારાઓ પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમની લૂંટ કરી હતી. ભોગ બનનારાની ગાડીને ઉભી રાખીને આ ઘટનાને અંજામ અપાયો હોવાનું ફરિયાદમાં દાખલ કરાવ્યું હતું. બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરતા શખ્સોની અટક માટેના ચક્રો ગતિમાન કર્યા છે.