મોરબીમાં બંધ હોસ્ટેલમાં જુગાર રમતા 6 જુગારી ઝડપાયા

મોરબીના પીપળી રસ્તા પર આવેલ બંધ એજ્યુકેશન હોસ્ટેલમાં જુગારનો ખેલ ખેલતા છ પકડાયા હતા. મોરબી તાલુકાનાં પીપળી ગામે આવેલ એજ્યુકેશન હોસ્ટેલમાં જુગાર રમતા છ પતાપ્રેમીઓને મોરબી એલસીબી સ્ટાફે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. ઘટનાની મળતી વિગત અનુસાર મોરબીના તાલુકાના પીપળી ગામે આવેલ નિરંજન એજ્યુકેશન ટ્રસ્ટ નામની બંધ હોસ્ટેલમાં જુગારનો ખેલ ખેલતો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી સ્ટાફે દરોડો પાડતાં ત્યાં જુગારનો ખેલ ખેલતા જયંતિ જેરામભાઇ પટેલ, કેશવ મુળજીભાઈ પટેલ, અમરશી હીરજી પટેલ, રજનીકાંત શિવલાલ પટેલ, વિમલ વંભભાઈ પટેલ અને રધુવીરસિંહ અનિરુદ્ધસિંહ ઝાલાને રોકલ રકમ 42000 તથા મોટર સાઇકલ નંગ-2 અને મોબાઈલ નંગ-5 એમ કુલ મુદામાલ 78100 સાથે મોરબી એલસીબી સ્ટાફે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.