અંકલેશ્વર : બે યુવકો સગીરાને હેરાન પરેશાન કરતાં તેણે ઝેર પી આપધાતનો કર્યો પ્રયાસ

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાને એક યુવક હેરાન પરેશાન કરતો હતો. તેનો મિત્ર પણ સગીરાને હેરાન કરતાં તેણીની ઝેર દવા પી આપધાતનો કર્યો પ્રયાસ. પોલીસ સૂત્રો દ્રારા મળતી વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને વિશાલ રામાણી નામનો યુવક હેરાન પરેશાન કરતો હતો. બાદમાં ચેનકેન પ્રકારે તેની સાથે પરિચય કેળવી બાદમાં સગીરાના ફોટા પોતાના મોબાઈલમાં ડીપી તરીકે રાખી સગીરાને લગ્ન કરવાની લાલચે સંબંધ બાંધવાનો દબાણ કરતો હતો. તેની સાથે અન્ય એક યુવક વિકાદ યાદવ પણ વિશાલ રામાણીને સાથ આપી સગીરાને પરેશાન કરવામાં સાથ આપતો હતો. જેના કારણે દબાણવશ થઈને સગીરાને ઝેરી દવા પી આપધાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ સગીરાની માતાએ વિશાલ રામાણી અને વિકાસ યાદવ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં અંકલેશ્વર પોલીસે વિશાલ અને વિકાસ યાદવની અટક કરી તપાસ હાથ ધરી છે.