ડીસા તાલુકાનાં રોબસ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકાની છેડતી કરનાર આચાર્ય પોલીસ દ્રારા પકડાયો

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં છેલ્લા ધણાં સમયથી શિક્ષણ જગતને લાંછનરૂપ બનતા બનાવોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે ડીસા તાલુકાનાં રોબસ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકાની શાળાના આચાર્યએ પહેલા છેડતી કરી જે બાબતે શિક્ષિકાએ ફરિયાદ લખાવતા તાલુકા પોલીસે શખ્સ આચાર્યની અટક કરી છે. આ ઘટનાની વિગત એવી છે કે, ડીસા તાલુકાના રોબસ ગામની પટેલવાસ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી એક શિક્ષિકાને આ શાળાનો આચાર્ય ઈશ્વરભાઈ ચૌધરી છેલ્લા ધણાં સમયથી હેરાન-પરેશાન કરતો હતો અને તેણે પહેલા આ શિક્ષિકાની છેડતી કરી હતી. જે બાબતે શિક્ષિકાએ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનએ આચાર્ય ઈશ્વરભાઈ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી ડીસા તાલુકા પોલીસે ગામની પ્રાથમિક શાળાના આ આચાર્ય ઈશ્વરભાઈ ચૌધરીની ધડપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. છેડતીની ઘટનામાં આચાર્યની ધડપકડ થતાં સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે.