પેપરલીક કાંડઃ ત્રણ આરોપીનું આજે મેડિકલ ચેકઅપ, કોર્ટ સમક્ષ કરવામાં આવશે રજૂ

રાજ્યભરમાં ગાજેલા પેપરલીક કાંડના મુખ્ય શખ્સ યશપાલ સહિત ત્રણ શખ્સોનું આજે મેડિકલ ચેકઅપ થવાનું છે. આજે પોલીસ તેમને કોર્ટે સમક્ષ રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ મેળવવાની પણ કામગીરી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. આજે ગાંધીનગરની સેકટર સાત પોલીસ યશપાલ સોલંકી, ઈન્દ્રવન પરમાર, રાજેન્દ્ર વાઘેલાને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને તેની રિમાન્ડ લેવાની કામગીરી કરશે.ગાંધીનગર એસપીના મતે યશપાલ સોલંકી, ઈન્દ્રવદન પરમાર અને રાજેન્દ્ર વાઘેલાએ દિલ્હીની ગેંગ સાથે સંપર્ક કર્યો હતો. યશપાલે ઇન્દ્રવદન પાસેથી વડોદરામાં 20 હજાર રૂપિયા લીધા હતા. ઇન્દ્રવદન વડોદરાના ગોત્રીનો વતની છે. જે એમઆરનું કામ કરે છે. યશપાલ પેપર લીક થયા બાદ નાસી છૂટયો હતો.પોલીસે યશપાલને વડોદરા નજીકના ગામે ગોંધી રાખવામાં આવ્યો હતો. પરંતુ યશપાલને લાગ મળતા તે ગોડાઉનમાંથી નાસી ગયો હતો. ત્યાર પછી તેણે છાપરીના મુવાડા ગામે પહોચ્યો હતો. મિત્રને ફોન કરતા એટીએસને લોકેશન મળ્યુ. જેથી મહિસાગર જિલ્લામાં જ ધામો નાખીને બેઠેલી એટીએસે યશપાલની ધડપકડ કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *