લોકરક્ષક કૌભાંડમાં અત્યાર સુધીમાં પોલીસ અને રાજકીય આગેવાનો સહીત ૧૩ જેટલા આરોપીઓની ધરપકડ

હાલમાં બહુ ચર્ચિત એવા લોકરક્ષક કૌભાંડમાં અત્યાર સુધીમાં પોલીસ અને રાજકીય આગેવાનો સહીત ૧૩ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે  રિમાન્ડ પર લેવાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરી અને તપાસ પરથી અમદાવાદનો એક જમીન દલાલ આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ હોવાનું જાણવા મળ્યું છે જાણવા મળતી વિગતો અનુસાર. જ્યારે દિલ્હીમાં હરિયાણવી ભાષા બોલતી ગેંગના કેટલાક આરોપી ઓળખી શકયા હોવા સાથે પોલીસ દ્ધારા ગાંધીનગરથી વધુ બે આરોપીઓને દિલ્હી લઇ જવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના એક જમીન દલાલની સંડોવણી આરોપી ઇન્દ્રવદન પરમારની પુછપરછમાં બહાર આવી છે.  વડોદરા ખાતે ગોત્રીમાં રહેતા ઇન્દ્રવદન પરમારે પોલીસને જણાવ્યા પ્રમાણે તેને છેલ્લા ૫-૬ વર્ષની તમામ સરકારી ભરતી સાથે આગામી સમયમાં થનારી સરકારી નોકરીની ભરતી માટેની પરિક્ષાઓની તારીખ પણ યાદ છે. જેના પરિણામે તેણે અગાઉની ભરતી-પરિક્ષાઓમાં પણ ગેરરીતી આચરી હોય તેવી શક્યતાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *